ગુજરાત
News of Monday, 20th March 2023

દાહોદના લીમખેડાના ઉમરિયા ડેમમાં માતાએ બે પુત્રીઓ સાથે ઝંપલાવ્યું:બંને બાળકીના મૃત્યુ :માતાની શોધખોળ

સાસરિયાના પારીવારીક ઝઘડામાં માતા અને પુત્રીનો આપઘાત થતા ચકચાર મચી

દાહોદના લીમખેડાના ઉમરિયા ડેમમાં માતાએ બે પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેમાં બને બાળકીનો મોત થયા હતા અને 30 વર્ષીય માતાની શોધખોળ શરૂ છે. બંને બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા, માતાના મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાસરિયાના પારીવારીક ઝઘડામાં માતા અને પુત્રીનો આપઘાત થતા ચકચાર મચી ગઈ છે. માતાના મૃતદેહને શોધવા એનડીઆરએફને જાણ કરવામાં આવી છે.

(1:00 am IST)