ગુજરાત
News of Tuesday, 21st March 2023

હાલોલથી વડોદરા આવતી કારમાં ચોરખાનું બનાવી દારૂની બોટલો લાવતા શખ્સની બાતમીના આધારે ધરપકડ.

વડોદરા: હાલોલથી વડોદરા તરફ આવતી એક કારને જોર્ડ કંપની પાસે રોકી જિલ્લા એલસીબીના સ્ટાફ દ્વારા કારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કારમાં તપાસ કરતા કોઈ પ્રતિબંધિત વસ્તુ જણાઈ હતી પરંતુ કારમાં નીચેની સાઇડે ખાસ પ્રકારના બે ખાના બનાવ્યા હતા. ખાના ખોલતા તેમાંથી દારૂની બોટલોનો જથ્થો બહાર આવ્યો હતો. પોલીસે દારૂની 181 બોટલો કબજે કરી જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રહેતા ઇનુસ સલેમાન રાવકેરડાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે રાજસ્થાનના રણાપુર ખાતેથી દારૂનો જથ્થો કારમાં ભરીને લાવ્યો હતો અને જુનાગઢ વેચાણ માટે લઈ જતો હતો પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(6:57 pm IST)