ગુજરાત
News of Tuesday, 21st March 2023

વડોદરાની ગોત્રી હોસ્પિટલના પાર્કિંગમાં ચાલતા દારૂના વેચાણના નેટવર્કનો પર્દાફાશ

વડોદરા: ગોત્રી હોસ્પિટલના પાર્કિંગમાંથી થતા વિદેશી દારૃના નેટવર્કને પીસીબી પોલીસે ઝડપી પાડયું છે.પોલીસે કાર,સ્કૂટર અને દારૃ મળીને કુલ  રૃપિયા .૬૯ લાખનો મુદ્દામાલ કબજે  કર્યો છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે,ગોત્રી મેડિકલ હોસ્પિટલના આગળના ભાગે પાર્કિંગમાં વિજય મેકવાન તથા સંજય ઉર્ફે ટીકો બારોટ કારમાં વિદેશી દારૃનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટક તથા હોલસેલમાં વેચી રહ્યા છે.જેથી,પીસીબી  પી.આઇ.એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ  પાડી હતી.સ્થળ પરથી પોલીસે વિજય ઇશ્વરભાઇ મેકવાન (રહે.સુદામા નગર,ગોત્રી હોસ્પિટલ સ્ટાફ ક્વાટર્સ સામે ગોત્રી) તથા નિકુંજ ભાઇલાલભાઇ મકવાણા (રહે.શ્રીજી વંદન,અંબિકા નગર પાસે,ગોત્રી)ને ઝડપી પાડયા હતા.જ્યારે સંજય ઉર્ફે ટીકો બારોટ (રહે.સુદામાનગર) અને મહેન્દ્ર ઉર્ફે બેલકીયો મોહનભાઇ મારવાડી (રહે.પરશુરામનો ભઠ્ઠો,સયાજીગંજ) તેમજ સ્કૂટર  પર દારૃ આપી જનાર આરોપીઓને  વોન્ટેડ જાહેર કર્યા છે.સંજય સામે અગાઉ ગોત્રી  પોલીસ સ્ટેશનમાં દારૃના બે ગુના તેમજ મહેન્દ્ર સામે સયાજીગંજ,ફતેગંજ અને તાલુકામાં દારૃના આઠ ગુનાઓ દાખલ થયા છે.

(6:59 pm IST)