ગુજરાત
News of Wednesday, 21st April 2021

સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો કાળોકેર : નવા 1928 પોઝીટીવ કેસ : 25 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 621 અને જિલ્લામાં 353 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

સુરત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ સ્થિતિ દિવસે ને દિવસે બેકાબુ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 12,206 દર્દીઓ કોરોના ગ્રસ્ત નોંધાયા છે.જયારે, રાજ્યમાં કુલ 121 દર્દીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. રાજ્યમાં અમદાવાદ બાદ સુરત શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીનો કેર છેલ્લા 24 કલાકમાં યથાવત જોવા મળ્યો છે.

 છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 1928 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.જેમાં, સુરત શહેરના 1553 અને જિલ્લાના કુલ 375 દર્દીઓનો સમાવેશ થાય છે. શહેરમાં નવા નોંધાયેલા 1553 દર્દીઓ સાથે કુલ આંક 71,744 પર પહોંચ્યો છે. જયારે, જિલ્લામાં નવા નોંધાયેલા 375 દર્દીઓ સાથે કુલ આંક 20,423 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આ નવા 1928 દર્દીઓ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 92,167 પર પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં કુલ 25 દર્દીઓના મોત થવાથી મૃતકોનો કુલ આંક 1513 પર પહોંચ્યો છે.જેમાં, સુરત શહેરના કુલ 1204 અને જિલ્લાના કુલ 309 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 621 અને જિલ્લામાં 353 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.જેના કારણે હવે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો 75,517 પર પહોંચ્યો છે. જેમાં, સુરત જિલ્લાના કુલ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા 16,721 દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેર-જિલ્લામાં હાલ 15,137 એક્ટિવ કેસો સારવાર હેઠળ છે.

(9:35 pm IST)