ગુજરાત
News of Wednesday, 21st April 2021

કોરોના કહેર વધતા મોડાસા અને બાયડમાં 7 દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત : પાલિકા અને વેપારી એસો,નો નિર્ણય

તબીબી તેમજ આવશ્યક સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવા માટેની સૂચના

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. વધી રહેલા કેસોને લઈ હાલ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, જેથી લોકો સ્વૈછિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે મોડાસા અને બાયડ નગરપાલિકા અને વેપારી એસોસિએશન દ્વારા સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.

મોડાસા અને બાયડ નગરપાલિકા અને વેપારી એસોસિએશન દ્વારા વધી રેલા કેસોને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. મોડાસામાં આજે સાંજથી 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે અને બાયડમાં 22 થી 30 એપ્રિલ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્વૈછિક લોકડાઉનમાં તબીબી તેમજ આવશ્યક સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવા માટેની સૂચના કરવામાં આવી છે.

જો કે, અમદાવાદ શહેરમાં ઘણી એવી સોસાયટીઓ અને વિસ્તારોમાં લોકો દ્વારા સ્વૈછિક લોકડાઉન કરવામાં આવ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. 25, 26 અને 27ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડની એસઓપીનું પાલન થાય તે જોવાની જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે.

(9:58 pm IST)