ગુજરાત
News of Wednesday, 21st April 2021

રાજપીપળાની વીજ કંપનીએ માર્ચ મહિનામાં બિલ નહિ ભરનારા 19 હજારથી વધુ જોડાણ કટ કરી રૂ.09 કરોડ રિકવર કર્યા

11 કરોડ ના બાકી લેણા પેટે 9 કરોડ રૂપિયાની રિકવરી બાબતે કડક કાર્યવાહી કરતા બિલ ન ભરી બિન્દાસ બનેલા ગ્રાહકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની એ તેના ગ્રાહકો પાસે થી વીજ બીલ ના બાકી નાણાં વસૂલવા કડક કાર્યવાહી કરી અસંખ્ય વીજ જોડાણો ગત માર્ચ મહિના માં કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નાણાકીય વર્ષના અંતિમ માર્ચ મહિના માં વીજ બિલના બાકી નાણાની રિકવરી માટે ઝુંબેશ શરુ કરી કુલ 11 કરોડ 38 લાખ રૂપિયા ની બાકી રકમ ની ઉઘરાણી માટે તેના ગ્રાહકો પ્રત્યે નું ઉદાર વલણ છોડી કડક અભિગમ અપનાવી 19,266 ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખતા વીજ ગ્રાહકો એ નાણાં ભરપાઈ કરતા જેના ભાગરૂપે 9 કરોડ 46 લાખ રૂપિયા ની રિકવરી કરી હતી.
 રાજપીપલા ડીજીવીસીએલ કંપની ના કાર્યપાલક ઈજનેર એ જી પટેલે આ બાબતે જણાવ્યું હતું કે માર્ચ માસ માં નાણા નહિ ભરનારા 362 ગ્રાહકો ના વીજ જોડાણો કાયમી ધોરણે કાપી નાખવા માં આવ્યા હતા. આ રિકવરી ઝુંબેશ માં રાજપીપલા ડિવિઝન હેઠળ ના સાત સબ ડિવિઝન ના 90 કર્મચારીઓ ની ટિમ દ્વારા દરરોજ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરતાં અંતે તેમાં સફળતા મેળવી હતી.

(11:12 pm IST)