ગુજરાત
News of Wednesday, 21st April 2021

વડોદરાના કરજણના ધારાસભ્યના દીકરાની કારને અકસ્માત : આધેડનું ઘટના સ્થળે મોત

ધારાસભ્ય અક્ષય પટેલના દીકરા ઋષિ પટેલે આધેડને અડફેટે લીધા : મેથી ગામના નાગજીભાઈ પટેલનું મોત

વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના દીકરાની કારનો ગોઝારો અકસ્માત થયો છે. ઋષિ પટેલે કરજણના મેથી ગામે એક આધેડને જોરદાર ટક્કર મારી હતી જેમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયુ છે.

અક્ષય પટેલના દીકરા ઋષિ પટેલે આધેડને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં મેથી ગામના નાગજીભાઈ પટેલનું ઘટનાસ્થળે મોત થયું હતુ. મૃતકના ભત્રીજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જેને પગલે કરજણ પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

(10:22 am IST)