ગુજરાત
News of Wednesday, 21st April 2021

સુરતમાં કોરોના મહામારી વચ્ચે ૨ મહિનામાં ૫૫૦૦ જેટલા લગ્ન સમારંભ રદ્દ થતા આયોજકોને ૨૫૦ કરોડનું નુકશાનઃ નવેમ્બર સુધી આમ જ રહ્ના તો ૫૦૦ કરોડનું નુકશાન

સુરત: કોરોનાના વધતા જતા કેસ અને પ્રતિબંધોના લીધે લગ્ન સ્થગિત કરવામં આવી રહ્યા છે. સુરત જિલ્લામાં અત્યાર સુધી બે મહિનામાં 5500 લગ્ન કેન્સલ થયા છે. તેનાથી મેનેજમેન્ટ એજન્સીઓને 250 કરોડનું નુક્સાન થઇ ચૂક્યું છે. જો નવેમ્બર સુધી પણ પણ આવી જ સ્થિતિ રહી તો 500 કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 5500 હજાર લગ્ન કેન્સલ થયા છે. તેનાથી 250 કરોડનું નુકસાન થયું છે. લગભગ 30 હજાર લોકો બેરોજગાર થયા છે. એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવનારે જણાવ્યું હતું કે 2020ના એપ્રિલ, મે અને જૂનમાં થનાર લગ્ન નવેમ્બર, ડિસેમ્બર સાથે 2021ના મૂર્હુત સુધી સ્થગિત કરી દીધા હતા. આ વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં થનાર મોટાભાગના સ્થગિત થઇ ગયા હતા.

દક્ષિણ ગુજરતમાં ઇવેન્ટ ઇંડસ્ટ્રી દ્વારા આયોજિત થનાર 20 હજાર લગન સ્થગિત કરવામાં આવ્યા છે. તેનાથી મેનેજન્ટ એજન્સીઓને 650 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કોરોનાના લીધે લોકો જૂન સુધી લગ્ન સ્થગિત કરી દીધા છે. ઇવેન્ટ ઇંડસ્ટ્રી સાથે જોડાયેલા 30 હજાર લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. તેમાં ઇવેન્ટ મેનેજર, કેટરિંગ, બેડ અને લગ્ન સાથે જોડાયેલી અન્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો સામેલ છે. ગત વર્ષે ઇવેન્ટ ઇંડસ્ટ્રીને 260 કરોડ રૂપિયાન નુકસાન થયું હતું. જૂનથી ઘણા એક્ઝિબેશન શરૂ થાય છે, જો કોરોનાના લીધે બધુ સ્થગિત અથવા રદ થયું તો નવેમ્બર સુધી 500 કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે.

ઇવેન્ટ ઇંડસ્ટ્રી જોવામાં નાની લાગે છે, પરંતુ તેનાથી મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. આ તમામ લોકો પાસે અલગ-અલગ કામ કરે છે. કોરોના અને કરફ્યુંના લીધે આ ઇંડસ્ટ્રીની હાલત ખૂબ ખરાબ થઇ ચૂકી છે. આ ઇંડસ્ટ્રી પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. સરકાર જો આ વિશે વિચારે તો આગામી દિવસોમાં તેની સાથે જોડાયેલા લોકો ભુખમરાના કગાર પર આવી જશે. પહેલાં દિવસે અલગ-અલગ ઇવેન્ટ માટે દિવસમાં 10 કોલ આવતા હતા, હવે મુશ્કેલથી 2 કોલ આવી રહ્યા છે. 

મોટા લગ્ન પ્રસંગો કેન્સલ થતાં નાના-મોટા લગ્નથી ખર્ચ નિકાળવો મુશ્કેલ થઇ જાય છે. લોકો પાસેથી જે એડવાન્સ લીધું છે, તેનું શું કરીએ તેના અસમંજસમાં છીએ. ગત લોક્ડાઉન બાદ અમારી ઇંડસ્ટ્રી થોડી ઉભી થઇ હતી કે હવે ફરીથી આ બધુ જોવા મળી રહ્યું છે. એક વર્ષમાં ઘણા લોકોએ આ બિઝનેસ છોડી દીધો છે. કેટલાક સેનેટાઇઝર બનાવવા લાગ્યા છે તો કેટલાક ચા-નાસ્તાની દુકાન શરૂ કરી દીધી છે.

(4:43 pm IST)