ગુજરાત
News of Wednesday, 21st April 2021

વડોદરા:મંગળબજાર સહીત ખંડેરાવ માર્કેટ બન્યું કોરોના માટેનું એપી સેંટર:સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા દુકાનો સીલ કરવાની નોબત આવી

 વડોદરા: શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ તો મંગળબજાર, ગેંડીગેટ, ખંડેરાવમાર્કેટ જેવા વિસ્તારોમાં ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડે છે. અને ભરચક ભીડને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નથી કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત બનેલી ટીમે આજે ગેંડીગેટ અને મંગળબજારમાં પાંચ દુકાનો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાતા સીલ કરી દીધી હતી. 

વોર્ડ નં.૧ના ઓફિસરની ટીમ અને પોલીસની ટીમે મંગળબજાર વિસ્તારમાં ફરીને માઇક પરથી સતત સૂચના આપતા કહ્યું હતું કે વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે. 

દુકાનમાં બે ગ્રાહકને જ ખરીદી માટે આવવા દે દુકાનમાં ટોળું ન થવા દે વેપારીઓને વિનંતી કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે પ્રજાને પણ જાગૃત થવાની જરૃર છે. પ્રજા આરોગ્યની ચિંતા કરે વડોદરામાં કોરોના વધી રહ્યો છે. અને મંગળવાર એપી સેન્ટર છે. અને મંગળબજારથી કોરોના ફેલાય નહીં તે માટે સતર્ક રહો માસ્ક પહરોની  સૂચનાનું પાલન નહીં થાયતો કોઇપણ સૂચના આપ્યાવિના દુકાનો સીલ કરી દેવામાં આવશે આટલી સૂચનો વારંવાર આપ્યા છતાં તેનો અમલ નહીં થતાં ગેંડીગેટમાંથી બે અને મંગળબજારમાંથી ત્રણ દુકાનો સીલ કરવામાં આવી હતી. 

(5:03 pm IST)