ગુજરાત
News of Wednesday, 21st April 2021

સુરતમાં ગંભીર સ્થિતિ : કોવીડ -નોન કોવીડ ડેડબોડીને લાવવામાં સ્કૂલવાનનો ઉપયોગ !!

નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટ- મોર્ટમ રૂમ બહાર ડેડ બોડી લઈ આવેલી સ્કૂલવેન

સુરત : કોરોનાના કાળા કેરના કારણે સુરતની સ્થિતિ ગંભીર બની છે. સ્થિતી એટલી બદતર બની છે કે સુરત મહાનગરપાલિકાની સબવાહીની પણ ખૂટી પડી છે.જેના પગલે હાલ બંધ પડેલી સ્કૂલ વેનનો ઉપયોગ કોવિડ અને નોન કોવિડની ડેડ બોડી લાવવાના ઉપયોગમાં કરવામાં આવી રહી છે.પરંતુ વાસ્તવિકતા પર પડદો પાડવાનો પાલિકા દ્વારા જાણે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાન પર લખવામાં આવેલ "સ્કૂલવાન "શબ્દને પણ સ્ટીકર વડે ઢાંકી દેવામાં આવી રહ્યું છે.એટલું જ નહીં પરંતુ મીડિયા જ્યારે આ બાબતે કવરેજ કરે છે ત્યારે જે તે કોન્ટ્રાકટરના માણસોની દાદાગીરી પણ સામે આવી રહી છે. આવામાં શહેરની સાચી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો પર પડદો પાડવાનો ક્યાંકને ક્યાંક પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનુ લાગી રહ્યુ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટ- મોર્ટમ રૂમ બહાર જ્યારે ડેડ બોડી લઈ આવેલી સ્કૂલવેનની સાચી હકીકત દર્શાવવાનો ટીમે પ્રયાસ કર્યો. ત્યારે વાનના ચાલકે ટીમને કવરેજ કરવાથી અટકાવી હતી.વાનના ચાલકનું કહેવું હતું કે પહેલા ગાંધીનગરથી પરમિશન લઈ આવો ત્યારબાદ કવરેજ કરો

(7:14 pm IST)