ગુજરાત
News of Wednesday, 21st April 2021

કોરોનાનો કહેર : નીતિનભાઈ પટેલનાં અધિક મુખ્ય સચિવને કોરોના : મહેસુલ મંત્રીનાં પીએનું મોત

આઈ એમ પટેલ કોરોના સંક્રમિત: હોમ આઇસોલેશનમા સારવાર હેઠળ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. કોરોના વાયરસથી કોઇ પણ બચી શક્યું નથી. ગુજરાતની સ્થિતી ખુબ જ વિકટ છે. દર્દીઓને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. તેવામાં દર્દીઓનાં ટેસ્ટથી માંડીને સારવાર અને મોત બાદ સ્મશાનની બહાર પણ લાઇનો લાગેલી છે. નાગરિકો પરેશાન છે. તેવામાં આરોગ્ય મંત્રી નિતિનભાઈ  પટેલના અધીક અંગત સચિવ કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેઓ હોમ ક્વોરન્ટિન થયાનું તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. આઈ એમ પટેલ કોરોના સંક્રમિત થયા છે.

હાલ આઇ.એમ પટેલ હોમ આઇસોલેશનમા સારવાર હેઠળ હોવાનું તેમણે જણાવ્યું છે. તો બીજી તરફ મહેસુલ મંત્રી કૌશિક પટેલના પીએનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આત્મારામ પટેલનુ કોરોનામાં નિધન થયું છે. થોડા દિવસો પહેલાં જ સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

(7:31 pm IST)