કલોલ નજીક ધમાસણા ગામે રીક્ષા-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત
કલોલ : કલોલ પાસેના ધમાસણા ગામ એ પસાર થઈ રહેલી રિક્ષાને પૂરપાટ નીકળેલા બાઇક ચાલકે ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે મૃતકના પિતાની ફરીયાદના આધારે અકસ્માત કરનાર રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
શહેરના એપાર્ટમેન્ટમાં રહેતા ષિ શૈલેષભાઈ દવે ઉંમર વર્ષ ૨૧ તેમના પરિવાર સાથે રિક્ષામાં બેસીને માતાજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા અને તેઓ દર્શન કરીને રિક્ષામાં પોતાના ઘરે કરો લાવવા માટે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની રીક્ષા ધમાસણા ગામ પાસેથી પસાર થઇ રહી હતી તે વખતે સામેથી પુરપાટ આવી રહેલ બાઈક નંબર જીજે ૦૧પીએસ ૭૦૪૬ ના ચાલે કે પોતાનુ બાઈક ઝડપે ચલાવી રીક્ષાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ઋષિ શૈલેષભાઈ દવેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું બનાવ અંગે પોલીસે મૃતકના પિતાની ફરીયાદના આધારે અકસ્માત કરનાર રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.