News of Tuesday, 21st June 2022
વડોદરાના કોઠીયાપુરા વિસ્તારમાં રહસ્યમય સંજોગોમાં યુવતીએ ફાંસોખાઇ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી
વડોદરા: શહેરના કોઠીયાપુરા વિસ્તારમાં મિત્ર સાથે રહેતી યુવતીએ રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરતા પોલીસે તપાસ શરૃ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે તાંદલજા વિસ્તારમાં ચોતરા પાસે લીબંડીવાળા ફળિયામાં રહેતી નફીસા ખોખર (ઉ.વ.૨૫)ની માતા મૃત્યુ પામી છે જ્યારે તેના પિતા માનસિક રીતે અસ્વસ્થ છે. નફીસા છેલ્લા ઘણા સમયથી કોઠીયાપુરામાં નુરજહાંપાર્ક ખાતેના મકાનમાં મિત્ર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
દરમિયાન મોડી રાત્રે ત્રણ વાગ્યાથી આજે સવારે સાડા નવ વાગ્યાની વચ્ચે નફીસાએ રસોડામાં પંખાના હૂક સાથે ઓઢણી બાંધીને ગળા ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે નફીસાની સહેલીએ પોલીસને જાણ કરતા ગોત્રી પોલીસે બનાવ અંગે યુવતીની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
(5:53 pm IST)