ગુજરાત
News of Wednesday, 21st July 2021

પીએસઆઇની ફિઝીકલ પરીક્ષાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો : શોર્ટ લીસ્ટ કરવા મુદ્દે અજરદારોએ કહ્યું -અમને અન્યાય થાય

ભરતીમાં ફિઝિકલ પરીક્ષા પાસ થયા પછી શોર્ટ લિસ્ટિંગ ન થવું જોઈએ: હાઇકોર્ટમાં પિટિશન

અમદાવાદ : રાજ્યમાં પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતી પરીક્ષાઓ યોજાવાની છે જેમાં હાલ કોરોના કહેરને લઈ શારિરીક ક્ષમતા કસોટી મોકૂફ કરાઈ છે.જો કે પોલીસમાં ભરતી માટે ઉમેદવારોએ ત્રણ પરીક્ષામાંથી પસાર થવું પડતું હોય છે પરતું ફિઝીકલ પ્રિલિમ અને મેઈન્સ તેમાં પણ ફિઝીકલ પરીક્ષઆમાંથી પાસ થયા બાદ ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ કરવામાં આવતું હોય છે જેને લઈ હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે કે જેમાં કહેવામાં આવ્યું કે સરકારી નોકરી માટે પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતીમાં ફિઝિકલ પરીક્ષા પાસ થયા પછી શોર્ટ લિસ્ટિંગ ન થવું જોઈએ જેને લઈ અરજદારે હાઈકોર્ટમાં પિટિશન કરી છે

રાજ્યમાં હજારો યુવાનો યુવતીઓ પોલીસ બનવા માટે તડામાર તૈયારીઓ અને મહેનત કરતા હોય છે એમાં પણ શારીરિક ક્ષમતા કસોટી બાદ પણ ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ કરવામાં આવે તો પ્રિલિમ પરીક્ષામાં ઉમેદવાર ઘટી જાય છે જેથી શોર્ટ લીસ્ટ કરવા મુદ્દે પોલીસ બનવા માગતા યુવાનોએ હાઈકોર્ટની શરણે ગયા છે.

અરજદારે પિટિશનમાં કહ્યું કે શારીરિક પરીક્ષા પાસ થયેલા તમામ ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષા માટે ક્વોલિફાય ગણવામાં આવે આથી તેમનું શોર્ટ લિસ્ટ કરવામાં ન આવે તેવી અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે

હાઈકોર્ટમાં અરજદાર વકીલ અને સરકારી વકીલ બંને તરફથી દલીલ કરવામાં આવી હતી અરજદારના વકીલ એસ.પી મજમુદાર અને રિષભ મુનશોએ કહ્યું કે આ પિટિશનમાં પોલીસ બનવા માંગતા ઉમેદવારોની માંગણી યોગ્ય કહી શકાય કેમ કે શારીરિક ક્ષમતાની કસોટી પાસ થયા બાદ કોઈને શોર્ટ લીસ્ટ કરવા એ ઉચિત નથી. કેમ કે શોર્ટ લિસ્ટમાં આવેલા અને પસંદગી પામેલા ઉમેદવારોને સરખું મહત્વ મળવું જોઈએ. ઉમેદવારો શારીરિક ક્ષમતા માટે ઘણી તૈયારીઓ કરતા હોય છે એટલે જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેનું શારીરિક અને તેમના જ્ઞાન બંનેને સરખુ મહત્વ આપવું જોઈએ.

જો કે સરકારની તરફ દલીલ કરવામાં આવી કે પરીક્ષાનું માળખું બદલાઈ ગયું છે અગાઉ પ્રિલીમ મેઈન્સ અને શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવતી હવે પહેલા શારીરિક ક્ષમતા કસોટી પહેલા લેવાઈ છે જેથી ઉમેદવારીનું સંખ્યા વધી જાય છે તેમા પણ કોરોના કાળમાં શારીરિક ક્ષમતા કસોટી મોકૂફ રાખવામાં આવી છે અને ક્યારે લેવામાં આવશે તે પણ નક્કી નથી. વધુમાં એમ પણ જણાવ્યું કે આ બાબત બોર્ડે નક્કી કરી નિર્ણય લીધો છે વકીલે કહ્યું કે આ પિટિશન અરજદારે કરી છે તે યોગ્ય નથી.

જ્યારે હાઈકોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે જો ઉમેદવાર શારીરિક માપદંડમાં ફિટ હોય અને શારીરિક ક્ષમતા કસોટી પાસ કરી હોય તો તેને કેમ રોકી શકાય. હાઈકોર્ટ કહ્યું કે પરીક્ષા પદ્ધતિ બદલાઈ તે બાબત અહિં ઉલ્લેખી ન શકાય પરતું ઉમેદવારોને પુરતી તક મળવી જોઈએ, સરકાર આ રીતે કેમ શોર્ટ લિસ્ટ કરી શકે ? વધુમાં કહ્યું કે એવુ પણ બને કે જે ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે તેમનું સિલેક્શન પ્રિલીમ કે મેઈન્સ માટે સારો સ્કોર ન કરી શકે. જોકે સરકારે વધુ સમય માંગ્યો છે અને કહ્યું કે આ મામલે જવાબમાં સરકાર એફિડેવિટ રજૂ કરશે જેને લઈ વધુ સુનવણી આગામી સમયમાં હાથ ધરાશે.

(11:26 pm IST)