ગુજરાત
News of Wednesday, 21st July 2021

તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરીમાં મહાકાય તોતિંગ પીપળા અને આમલીના વૃક્ષ ધરાશાયી થતા મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે જેમાં તિલકવાડા નગરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જોવા મળ્યા હતા તિલકવાડા નગરમાં ભારે વરસાદ પડતા તિલકવાડાના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં 100 વર્ષ જૂના પીપળા અને આમલી ના મહાકાય વૃક્ષ ધડાકાભેર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોટયા હતા,સદનસીબે આ ઘટના માં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આ વૃક્ષ ધરાશાયી થતા તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર થી બજારમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો જેના કારણે આવતા જતા રાહદારીઓને ભારે મુશ્કેલી માં મુકાયા હતા. અચાનક મહાકાય તોતિંગ વૃક્ષ તૂટી પડતા ગ્રામ પંચાયત સરપંચ તલાટી તીલકવાળા પોલીસ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ઘટના બનતા ગ્રામ પંચાયત દ્વારા આ વૃક્ષ ને હટાવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી

(11:54 pm IST)