ગુજરાત
News of Wednesday, 21st July 2021

છોટા ઉદેપુરમાં આવેલ ઓરસંગ નદી બે કાંઠે વહી: ચેકડેમમાં પણ ઓવરફ્લો

મધ્યપ્રદેશમાં સારો વરસાદ અને જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે નદીમાં સતત પાણીની આવક

છોટા ઉદેપુરમાં આવેલ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા અને જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. સાથે જ ચેકડેમમાં પણ ઓવરફ્લો થયો છે

 . ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યારસુધી સરેરાશ 16 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ ગઈકાલથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડુતોમાં ફરી એક આશાની કિરણ સેવાઇ રહી છે.

(11:38 am IST)