ગુજરાત
News of Wednesday, 21st July 2021

23મીથી લો પ્રેસર સક્રિય બનશે : વલસાડ નવસારી અને બારડોલી આસપાસ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે

અમદાવાદ આણંદ ખંભાત બરોડામાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગના અનુસાર 23 જુલાઈના રોજ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાના કારણે વરસાદ અને વાતાવરણમાં તેની અસર વર્તાશે. દક્ષિણ ગુજરાતમાં અમે તેમાં પણ વલસાડ નવસારી બારડોલી આસપાસના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ આણંદ ખંભાત બરોડામાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 25 અને 26 તારીખે મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(11:41 am IST)