ગુજરાત
News of Wednesday, 21st July 2021

રાજયના ૧૩૫ તાલુકામાં ઝાપટાથી લઇને અઢી ઇંચ વરસાદ: માત્ર ૨૭ તાલુકામાં એક ઈચથી વધુ નોંધાયો

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને બોડેલી તેમજ તાપી જિલ્લાના ડોલવણમાં અઢી ઈંચ વરસાદ

અમદાવાદ :  સમગ્ર રાજ્યના કુલ ૧૩૫ તાલુકાઓમાં સામાન્ય ઝાપટાંથી અઢી ઈંચ વરસાદ થયો છે પરંતુ માત્ર ૨૭ તાલુકા એવા છે કે જેમાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને બોડેલીમાં અઢી ઈંચ વરસાદ થયો છે તાપી જિલ્લાના ડોલવણ માં પણ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં દરિયાની સપાટીથી ૩.૬ કિલોમીટરની ઊંચાઈ પર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ છે અને તેની અસરના ભાગપે આગામી પાંચ દિવસ નવસારી વલસાડ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ ૨૪થી વરસાદનો વિસ્તાર વધશે અને દક્ષિણ ગુજરાત ઉપરાંત બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા ભરૂચ  સુરત ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(12:01 pm IST)