ગુજરાત
News of Wednesday, 21st July 2021

અંબાજી ખાતે અષાઢી નવરાત્રીમાં માં અંબાની આરાધના અને ભકિતમાં રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેના પરિવાર સાથે જોડાયા : કોરોનાની મહામારીમાંથી ગુજરાત મુકત બને તેવી પ્રાર્થના માતાજીને કરી મેઘરાજાની કૃપા દ્રષ્ટી ગુજરાતમાં વરસે તેવી પ્રાર્થના કરી

જામનગર : જામનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા, કુટીર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દર વર્ષની માફક આ વખતે પણ અષાઢી નવરાત્રી અનુષ્ઠાનમાં અંબાજી ખાતે માં અંબાના સાનિધ્યમાં અનુષ્ઠાનમાં જોડાયા હતા. તેઓએ તેમના પરિવાર સાથે માં અંબાની બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પુજા અર્ચના કરી હતી. સાથોસાથ અષાઢી ગુપ્ત નવરાત્રીમાં તેમાં હવન સાથે અનુષ્ઠાન પણ કરેલ હતું. તેમજ સાતમના દિવસે અંબાજી માતાજીને ધ્વજારોહણ કરેલ. આ નવરાત્રી અનુષ્ઠાનમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને તેમનો પરિવાર જોડાયો હતો. અને માતાજીના ચરણોમાં એવી પ્રાર્થના કરી હતી કે ગુજરાત કોરોનાથી મુકત બને અને મેઘરાજાની કૃપા દ્રષ્ટી સમગ્ર ગુજરાત ઉપર રહે તેવી પ્રાર્થના કરી હતી. અંબાજીના મંદિર ખાતે તેઓએ માતાજીના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પુજાવિધીમાં પણ જોડાયા હતા. તેઓએ આ પુજામાં જોડાવા બદલ ધન્યતા અનુભવી હતી. (તસ્વીર -અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(12:40 pm IST)