ગુજરાત
News of Wednesday, 21st July 2021

ઇડરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કરી મોતને વ્હાલું કરતા પોલીસે તપાસ હાથ ધરી

ઇડર: તાલુકામાં મંગળવારે સવારે વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઇ વધુ એક વેપારીએ ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાતનો પ્રયાસ કરતા,  વેપારીને સારવાર માટે ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના અંગકે પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

ઇડરમાં દિન-પ્રતિદિન વ્યાજખોરોનો આતંક વધતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ માર્બલના વેપારી આશિષ અડાલજાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી, એક સાથે ઉંઘની ૧૫ ગોળી ગઈ જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં પોલીસે ૧૭ શખ્સો સામે મની લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાની શાહી હજુ સાઈ નથી ત્યાં મગંળવારે સવારે સરકારી આરામ ગૃહ પાસે પાર્શ્વનાથ સાડી સેન્ટર નામે સાડી વેચવાનો ધંધો કરતા દિનેશભાઈ શાહ નામના વેપારીએ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

દિનેશભાઈએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખ્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તેમના પુત્રએ જણાવ્યું હતું. વેપારીને સારવાર માટે ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને તેઓની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે.

(5:02 pm IST)