ગુજરાત
News of Wednesday, 21st July 2021

ઈડરના ગાંઠીયોલ ગામની સીમમાં 11 વર્ષીય માસુમ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

ઇડર: તાલુકાના ગાંઠીયોલ ગામની સીમમાં એક ઘૃ્રણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં ગામની સીમમાં ખેત મજુરી અર્થે રહેતા પરણિત અને બે બાળકોના પિતા એવા યુવકે પડોશી ખેત મજુરની ૧૧ વર્ષની માસુમ બાળકીને ચોકલેટ આપવાની લાલચે લઇ જઇ બબ્બે વાર દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર બાળકી હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણકારી બાદ પોલીસે દુષ્કર્મીને ખેતરમાંથી દબોચી લઇ, જેલ હવાલે કર્યા બાદ અપહરણ તથા દુષ્કર્મ અંતર્ગત ગુનો નોંધ્યો છે.

ગાંઠીયોલ ગામની સીમમાં ખેત મજુરી માટે આવેલા કાન્તી ઉર્ફે કાના મનાત નામનો યુવક પરણિત અને બે સંતાનોનો પિતા છે. સોમવારે સાંજના સુમારે યુવક પડોશી ખેત મજુરની ખેતરમાં રમતી ૧૧ વર્ષની માસુમ બાળકીનું મોબાઇલ બતાવવાની તથા ચોકલેટ આપવાની લાલચ આપી અપહરણ કરી ગામમાં લઇ ગયો હતો. બાદમાં રસ્તામાં આવતા પુલીયા નીચે લઇ જઇ નરાધમે બાળકીને પીંખી નાંખી હતી. બાળકીએ બુમા-બુમ કરતાં ત્યાંથી બાળકીને નજીકના ખેતરમાં ખેંચી જઈ ફરીવાર પણ દુષ્કર્મ ગુજાર્યું હતું.

(5:02 pm IST)