ગુજરાત
News of Wednesday, 21st July 2021

ગાંધીનગરને અડીને આવેલ ધોળાકુવામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોને હજુ સુધી દુષિત પાણી પીવાની નોબત આવી

ગાંધીનગર: શહેરના સેક્ટર-૧૪માં ગોકુળપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી ડહોળું આવી રહ્યું હતું. તેમાં હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી તો પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. વિસ્તારમાં ફીણવાળું પાણી આવતું હોવાની સમસ્યા ઉદ્ભવી છે ત્યારે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે. રોગચાળો ફેલાય તે પહેલાં વિસ્તારમાં પાણી અને ગટરનો પ્રશ્ન ઉકેલાય તે ખુબ જરૃરી છે જે માટે આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશનને રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત ધોળાકુવા ગામમાં કે જ્યાં દસ દિવસ પહેલાં પામીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યાં હજુ સુધી પાણી અને ગટરના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. કલેક્ટરે રોગચાળા દરમિયાન ગામની મુલાકાત લીધી હતી અને સત્વરે ગટર - પાણીની સમસ્યા હલ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી તેમ છતાં ધોળાકુવામાં પરિસ્થિતિ ઠૈરની ઠૈર છે બાબતે પણ આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનને આવેદનપત્ર આપ્યું છે અને સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજુઆત કરી છે.

 

(5:04 pm IST)