ગુજરાત
News of Wednesday, 21st July 2021

ખેડા તાલુકાના નાયકા ગામે રેલવેપાટા બનાવવાની કામગીરીમાં ખેતરોમાં માટી ઘસી આવતા ખેડૂતોને રડવાની નોબત આવી

ખેડા:તાલુકાના નાયકા ગામ પાસેથી પસાર થનારી નવનિર્મિત ગુડઝ ટ્રેન માટે  પાટા નાખવાની કામગીરી ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે. પાટા માટે ઊંચા રોડ બનાવવા માટી નાખવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. જોકે મળતી માહિતી પ્રમાણે પાટા માટે જે ઊંચો રોડ બનાવવા માટી નાખવામાં આવી છે તે ચોમાસાના વરસાદી પાણીના કારણે ધોવાઈ ગઈ છે. ધોવાણને લીધે પાણી અને માટી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોએ બૂમરાણ મચાવી છે. ધોવાણને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વિસ્તારના ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આવી કામગીરીને લીધે ઘઉંના પાકના વાવેતરમાં તકલીફ અને નુકસાન વેઠવા પડયા હતા. હાલમાં ડાંગરના પાકની રોપણી કરવામાં ધોવાણને લીધે ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને ખેડેલી જમીનને નુકસાન પહોંચ્યું છે. પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે તેની આસપાસનાં ખેતરોમાં અત્યારે આવા ધોવાણને કારણે થઈ રહેલા માટીપુરાણથી ખેડૂતો બૂમો પાડી રહ્યા છે.

વિસ્તારના જાગ્રત ખેડૂત જીતેન્દ્ર ગોહિલ દ્વારા બાબતે રેલવેમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમણે સંબંધિત અધિકારી સાથે વાત કરતા અધિકારીએ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રોજેક્ટની જમીન અને ખેતર વચ્ચે પાળ બનાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા માત્ર ખેતરમાં વહી આવેલી માટી હટાવવામાં આવી હતી. કારણે ફરી વરસાદ પડતાં સ્થિતિ હતી તેવી થઈ ગઈ હતી. ફરી ખેતરોમાં માટી ધસી આવી હતી. બાબતે સ્થાનિક ખેડૂતો સમસ્યાનો નક્કર ઉકેલ લાવવાની ઉગ્ર માગણી કરી રહ્યા છે.

 

(5:06 pm IST)