ગુજરાત
News of Wednesday, 21st July 2021

સુરતના મહિધરપુરામાં હીરાબજારમાં આંગડિયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી 2 લાખ ભરેલ થેલો લૂંટવાનો પ્રયાસ કરનાર ગઠિયાને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડયો

સુરત: શહેરના: મહિધરપુરા હીરાબજારમાં સોમવારે બપોરે આંગડીયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી રોકડા રૂ.2 લાખ ભરેલો થેલો લૂંટવા પ્રયાસ કરનાર વધુ એક લૂંટારુને બોરસદ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધો હતો. લૂંટનો પ્રયાસ નિષ્ફ્ળ જતા અન્ય ચાર લૂંટારુ કારમાં ભાગતા સુરત પોલીસે લોકેશનના આધારે બોરસદ પોલીસને એલર્ટ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મહિધરપુરા હીરાબજારમાં સોમવારે બપોરે આંગડીયા પેઢીના વૃદ્ધ કર્મચારી નવીનચંદ્ર મનસુખલાલ માધુ પાસેથી રોકડા રૂ.2 લાખ ભરેલો થેલો લૂંટવા પ્રયાસ કરી લૂંટ માટે આવેલા પાંચ પૈકી એક લૂંટારુ બસીર ઉમરશા શેખ ( રહે. મદીનાનગર, એચ.આર.પેટ્રોલ પંપની બાજુમાં, ભચાઉ, કચ્છ ) વૃદ્ધએ મચક આપી તો છરો પણ બતાવ્યો હતો. જોકે, વૃદ્ધની બૂમો સાંભળી એકત્ર થયેલા લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા બસીરે કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂર હોય સુરતના મિત્રો કેતન પરષોત્તમભાઈ ( રહે.જે/102, શિવ રેસિડન્સી, બાપા સીતારામ પેટ્રોલ પંપની બાજુમાં, ઉમરા ગામ, સુરત ), વિપુલ ઉર્ફે લાલો બાવાજી રમેશગીરી, ઉદય અને અન્ય એક સાથે લૂંટની યોજના બનાવી હતી.

(5:06 pm IST)