ગુજરાત
News of Wednesday, 21st July 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જમીન બતાવવાના બહાને શખ્સને લઇ જઈ ત્રણ શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી 73 હજારની મતાની લૂંટ ચલાવી

વડોદરા : કારેલીબાગમાં  રહેતા કોંગ્રેસી કાર્યકરને જમીન બતાવવાના બહાને વડોદરા નજીક પીપળીયા ગામની સીમમાં લઇ જઇ ત્રણ શખ્સોએ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી સોનાની ચેન, રોકડ મળી કુલ રૃા.૭૩ હજારની મત્તાની લૂંટ કરી હતી. ગુનામાં પકડાયેલા એક આરોપીની જામીન અરજી નામંજૂર થઇ છે.

અંગેની વિગત એવી છે કે કોંગ્રેસી કાર્યકર જમીન લે-વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે પોતાના મોબાઇલમાં બ્લૂ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. એપ્લિકેશનના ગૃપમાં આવેલા મેસેજથી અજાણી વ્યક્તિનો સંપર્ક થયો હતો અણખોલ નજીક રોડ ટચ જમીન આવેલી છે જે વાજબી ભાવમાં અને લાંબી ટર્મથી આપવાની છે તેમ  જણાવી  અણખોલ ગામ પાસે આરોપીઓેએ બોલાવ્યા હતા.

(5:09 pm IST)