અમદાવાદ-વડોદરા એકસપ્રવ-વે ઉપર ટ્રક-આઇસર વચ્ચે અકસ્માતમાં રના મોતથી અરેરાટીઃ હાઇ-વે પેટ્રોલીંગની ટીમે આઇસરમાં ફસાયેલ ટ્રક-ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢયો
નચિકેત મહેતા, ખેડા: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વે પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામં બે વ્યક્તિઓના મોત થયા છે. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ક્લિનરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાઇવે પેટ્રોલિંગની ટીમે આઇસરમાં ફ્સાયેલા ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માતની જાણ થતાં મહેમદાવાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.