ગુજરાત
News of Wednesday, 21st July 2021

સુરતમાં યુઆઇડી નંબર ફરજીયાત કરવાના નિર્ણયથી જવેલસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને મુશ્કેલીઃ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગેયલને રજુઆત કરશે

સુરત :UID નંબર ફરજિયાત કરાતાં જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ખાસ કરીને UID નંબરને લઈને જ્વેલરીના વેપારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે. UID નંબર મેળવવામાં થતી મુશ્કેલીઓના કારણે તેઓ જ્વેલરી (jewellery industry) ડિમાન્ડ પૂર્ણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી હવે સરકાર દ્વારા બનાવમાં આવેલી એક્સપર્ટ કમિટી આ વિરોધ અંગે તેઓ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને રજૂઆત કરશે.

કેન્દ્ર સરકાર દ્વારા સોનાની ઘરેણાની ખરીદી કરવા માટે હવે હોલમાર્કિંગની સાથોસાથ યુઆઇડી ફરજિયાત કરાયું છે. યુઆઇડીના કારણે દરેક જ્વેલરીને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. પરંતુ આ નંબર મેળવવા માટે જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન ગુજરાતના ઉપપ્રમુખ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, 100 માંથી માત્ર 40 જેટલી જ્વેલરી પર યુઆઇડી UID મળી રહ્યાં છે. જેના કારણે જ્વેલર્સ સમયસર ગ્રાહકોને જ્વેલરી આપી શકતા નથી. જો સમયસર ગ્રાહકને જ્વેલરી નહીં મળે તો નુકસાન જ્વેલર્સ ને જ થશે. ખૂબ જ જટિલ પ્રક્રિયાના કારણે અમે વિરોધ કરી રહ્યા છે. પરંતુ અમારો વિરોધ હોલમાર્કને લઈને નથી. માત્ર UID નંબરને લઈને છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જે કેન્દ્ર સરકાર દ્વારા અમારી એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે, તે કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલને આ અંગે વિરોધ નોંધાવશે. જો કોઈ ગ્રાહકને એક જ જ્વેલરીમાં ફેરફાર કરવાનો હોય તો તે પણ સરળ નથી. તે માટે તેઓએ ઓનલાઇન ઈમેલ થકી એપ્લિકેશન કરવાની હોય છે અને જ્યારે પરવાનગી મળે છે ત્યાં સુધી આ પ્રક્રિયામાં સાતથી દસ દિવસનો સમય લાગી જતો હોય છે. જેના કારણે ગ્રાહકો લાંબો સમય રાહ જોઈ શકતા નથી. આ સાથે UID નંબરના કારણે દરેક જ્વેલરીને એક ખાસ નંબર આપવામાં આવે છે. જેમાં સમય લાગે છે અને ફેરફાર કરવામાં પણ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. જો UID સિસ્ટમ નહિ હટાવવામાં આવે તો જ્વેલરી ઉદ્યોગને 50 થી 60 ટકાના વેપારમાં અસર પડી શકે છે. એક્સપોર્ટ કમિટી સરકાર પાસે સમય લેશે અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને રજૂઆત કરશે કે આ સમગ્ર પ્રક્રિયા હટાવવામાં આવે.

(5:26 pm IST)