ગુજરાત
News of Wednesday, 21st July 2021

પ્લાસ્ટિકની બોટલ્સમાં માનવ ભ્રૂણ મળતાં ચકચાર

રાજ્યમાં ભૂર્ણ હત્યાના વધતા બનાવ

પાટણ, તા.૨૧ : ગુજરાતમાં ભ્રૂણ હત્યાનાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, હાલમાં જ સંતરામપૂરમાં ઘરમાં જ ભ્રૂણ હત્યા કરતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે ત્યારે હવે પાટણમાં પ્લાસ્ટિકની બોટલોમાં જ માનવ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

પાટણનાં સિદ્ધપુરથી આ સનસનીખેજ સમાચાર આવી રહ્યા છે જ્યાં તાવડિયા રોડ પર ૧૩ માનવભ્રૂણમળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની બોટલોમાં ભ્રુણ મળી આવતા ચકકચાર મચી જતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. આ ભ્રુણ કોણ ફેંકી ગયું તે હજુ તપાસનો વિષય છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પાટણમાં મોટા પ્રમાણમાં ભ્રુણ-હત્યા થતી હોવાની શંકા છે.

કોઈ પ્રસૂતિગૃહ અથવા ગાયનેક હોસ્પિટલ દ્વારા રસ્તા પર આ રીતે ભ્રુણ ફેંકાયા હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતી અને કાકોશી પોલીસ તથા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

(9:03 pm IST)