ગુજરાત
News of Wednesday, 21st July 2021

ખડગદા રોડ પર આવેલા જોય રેસિડન્સીમાંથી 02 મોટર સાઇકલની ચોરી થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ખડગદા રોડ પર આવેલા જોય રેસિડન્સી માંથી બે કામદારોની મોટરસાઇકલ ની ચોરી થતા ગરુડેશ્વર પો.સ્ટે. માં ફરીયાદ થઈ છે

મળતી માહિતી મુજબ જોય રેસિડન્સીમાં રહેતા શૈલેષભાઇ હીરાભાઈ સીંગ એ આપેલી ફરીયાદ મુજબ તેમના મકાનનું કામ ચાલતું હોય ત્યાં કામગીરી માટે બે કામદારો પૈકી બિપિનભાઈ જીવાભાઈ તડવી ની લાલ કલરની પ્લસર મો.સા ને GJ - 22 - M - 4327 જેની કિ રૂપિયા ૬૫,૦૦૦ ની તથા દિનેશભાઈ રણછોડભાઈ ભીલની કાળા કલરની પેશન પ્રો મો . સી નં GJ - 22 • L - 5340 કિ.૨૫,૦૦૦ ની તા.૨૦ જુલાઈ એ તેમના ઘરમાં આગણામાં લોક મારી મૂકી હતી આ બને મો.સા.ની કોઈ ચોર ઈસમો ચોરી કરી જતા ગરુડેશ્વર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીબ તપાસ હાથ ધરી છે

(12:53 am IST)