ગુજરાત
News of Wednesday, 21st July 2021

પાટણ જિલ્લના સગીરા અપહરણનો આરોપી મોરબીથી ઝડપાયો

ભરતનગર ગામની સીમમાંથી એન્ટી હયુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

પાટણ જીલ્લાના વાગડોદ પોલીસ મથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોરબીથી ભરતનગર ગામની સીમમાંથી એન્ટી હયુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી એન્ટી હયુમન ટ્રાફીકિંગની ટીમ તપાસમાં હોય દરમિયાન પતન જીલ્લાના વાગડોદ પોલીસ મથકના સગીરા અપહરણના ગુનાના આરોપી તથા ભોગબનનાર મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં હોવાની બાતમીના આધારે એન્ટી હયુમન ટ્રાફીકિંગ પોલીસની ટીમે તપાસ કરતા ત્યાંથી આરોપી રમેશજી પરબતજી ઠાકોરને ઝડપી પાડી ભોગબનનારને હસ્તગત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એન્ટી હયુમન ટ્રાફીકિંગ પોલીસની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, હીરાભાઈ ચાવડા, રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા અને અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમે કરેલ છે

(1:11 am IST)