ગુજરાત
News of Tuesday, 21st September 2021

કાગવાસ

ભાદ્રપક્ષમાં આજથી શ્રાધ્ધની શરૂઆત થઇ રહી છે ત્યારે કાગડાઓમાં પિતૃતર્પણની ભાવનાથી કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા ચાલી આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હવે કાગડા ઘર નજીક ભાગ્યે જોવા મળે છે ત્યારે અમદાવાદમાં બારેમાસ ચાલતા 'કાગવાસ' પોઇન્ટ પણ છે જયાં દરરોજ અનેક શ્રધ્ધાળુઓ ભાત, ગાંઠીયા કે અન્ય ખાવાની વસ્તુઓ નિયમીતપણે કાગડાઓ માટે નાંખતા હોય છે. આવા લોકો માટે તો બારેમાસ શ્રાધ્ધના દિવસો હોય છે. સરદાર બ્રિજના છેડે સુભાષબ્રિજ આર.ટી.ઓ. સામે રાયપુર વગેરે વિસ્તારોમાં માત્ર કાગડા માટેના ફીડિંગ પોઇન્ટ જોવા મળે છે.(તસ્વીર સૌજન્ય. ગુજરાત સમાચાર)

(11:47 am IST)