ગુજરાત
News of Tuesday, 21st September 2021

ગાંધી જયંતીના દિવસે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે

વિધાનસભા 2022ની ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે: કોમ્યુનિસ્ટ નેતા કનૈયાકુમાર પણ 2 ઓક્ટોબરે જ કોંગ્રેસમાં જોડાશે

અમદાવાદ : 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે ગુજરાતના બનાસકાઠાંના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે તેમની સાથે કોમ્યુનિસ્ટ નેતા કનૈયાકુમાર પણ 2 ઓક્ટોબરે જ કોંગ્રેસમાં જોડાશે. પહેલા બંને નેતા 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં સામેલ થવાના હતા. પરંતુ આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસમાં જોડાશે. રાહુલ ગાંધી સાથે હમણાંજ બંને નેતાઓએ મુલાકાત કરી હતી જે બાદ કોંગ્રેસમાં જોડાવાનો બંને નેતાએ નિર્ણય કર્યો છે. સમગ્ર બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે.

(11:01 pm IST)