News of Wednesday, 21st September 2022
વડોદરા:પ્રેમ લગ્ન બાદ દારૂડિયા પતિના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસનો સહારો લીધો
વડોદરા: પ્રેમ લગ્ન બાદ અન્ય યુવતી સાથે મકાન ભાડે રાખી અલગ રહેતા અને દારૂ પી ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સામે પત્નીએ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2012 દરમિયાન તુષાર રાકેશભાઈ મકવાણા ( રહે- નવાયાર્ડ ) સાથે પ્રેમલગ્ન બાદ સંતાનમાં નવ વર્ષની દીકરી તથા સાત વર્ષનો દીકરો છે. લગ્ન બાદ પતિ અવારનવાર દારૂના નશામાં ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેમજ બાળકો અને સાસુ સસરાને પણ હેરાન કરે છે. પતિ છેલ્લા એક મહિનાથી કોઈક યુવતી સાથે મકાન ભાડે રાખી અલગ રહે છે. પતિ સામે ત્રણ મહિના અગાઉ ભરણ પોષણનો દાવો પણ કર્યો છે.
(5:23 pm IST)