વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પનો કાર્યક્રમ યોજાશે
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા એન્જીનીયર્સ ઇન્ડિયા લી.ની સામાજીક જવાબદારી કાર્યક્રમ અંતર્ગત એલ્મિકો- ભારત સરકારના ઉપક્રમે તથા નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તા.૨૧ મી ઓક્ટોબર,૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારે ૯:૦૦ કલાકે નાંદોદ તાલુકાના વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે નર્મદા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને “સ્વનિર્ભર તથા આધુનિક જીવન જીવવા પ્રેરણા તેમજ સહયોગ થવા સહાયરૂપ” એક દિવસીય દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનો કાર્યક્રમ યોજાશે.
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા મુખ્ય મહેમાન પદે યોજાનારા આ સમારોહમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એ.શાહ અતિથિવિશેષ તરીકે હાજરી આપશે, તેમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એસ.નાયકા,નર્મદા તરફથી જણાવાયું છે.