News of Thursday, 21st October 2021
પાટનગરનો તાજ હિતેશ મકવાણાના શિરે : ગાંધીનગર મનપાના મેયર તરીકે પસંદગી : મંજૂરીની મહોર લાગી
૨ મનાપાની પ્રથમ સામાન્ય સભા મળી : જેમાં હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી
ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ હતું. છેવટે આ નામ પર મહોર લાગી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે ૪૪ પૈકી ૪૧ બેઠક પર જવલંત જીત મેળવી હતી. આ ભવ્ય જીત બાદ ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી. જેમાં હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે.
(3:32 pm IST)