ગુજરાત
News of Saturday, 21st November 2020

કોરોના બેકાબુ બનતા અમદાવાદીઓને ઘરમાં પુરાવાનો વારો આવ્યો : શહેરમાં કર્ફ્યુનો અમલ શરૂ: ધબકતું શહેર થંભી ગયું

દૂધ અને દવા સિવાય અન્ય કોઈ જ ચીજવસ્તુઓ નહીં મળે: કામ વગર ઘરની બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 9 વાગતાની સાથે જ શરૂ થઈ ગયો છે. કર્ફ્યુ લાગતા જ અમદાવાદના રસ્તા સુમસામ થઈ ગયા છે. 24 કલાક દોડતુ ધબકતું અમદાવાદ શહેર ઠપ થઈ ગયું છે અને ફરી એકવાર અમદાવાદીઓના માથે કર્ફ્યૂ થોપાયો છે. કર્ફ્યૂ લાગુ થયા બાદ શહેરનું જનજીવન થંભી ગયું છે. લાખો અમદાવાદીઓને ઘરમાં પુરાવાનો વારો આવ્યો છે. નાગરિકોને દૂધ અને દવા સિવાય અન્ય કોઈ જ ચીજવસ્તુઓ નહીં મળે. કામ વગર ઘરની બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે

 

 

અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે જેના કારણે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા,સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા અને ખાસ કરીને ઘરની બહાર નિકળો તો માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે. જો કે, શહેરના રસ્તાઓ ફરી એકવાર સુમસામ થઈ ગયા છે અને લોકો પોતાના ઘરમાં ફરી પુરાઈ ગયા છે. કર્ફ્યૂ લાગુ થયા બાદ શહેરનું જનજીવન થંભી ગયું છે

તહેવારોને લઈ રાજયમાં ફરી એકવાર કોરોનાનો કહેર સામે આવ્યો છે. છેલ્લા કેટલા સમયથી દરરોજના 1 હજારથી વધારે કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી 200થી વધારે કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે હાલ અમદાવાદમાં બે દિવસનું કફર્યું જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રિ કફર્યુંની નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતે 9 વાગ્યાથી કફર્યુંનો અમલ શરુ થઈ ગયો. તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 વાગ્યે જ પોતાના ઘરે પહોંચવાની શરુઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.

અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે તેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે કે સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલોમાં બેડની સંખ્યા ખૂટી પડી હોવાની ચાલેલી વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમણે આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.તેની સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીત થવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ તેમ કહ્યુ હતુ. આ ઉપરાંત તેમણે 200 સભ્યોની લગ્ન સમારંભમાં છૂટ મળી છે તો દિવસના સમયમાં તેટલા સભ્યોને લઈને લગ્ન સમારંભ થઈ શકશે તેમ જણાવ્યું હતું

અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 150 બેડ વધારવામાં આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓ માટે કુલ 600 બેડ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ જિલ્લામાં 21મી નવેમ્બરથી સર્વે અને ટેસ્ટિંગ વધારવામાં આવશે.

(12:19 am IST)