ગુજરાત
News of Saturday, 21st November 2020

અમદાવાદના પ્રવેશ દ્વાર પર નાકાબંધી કરાઈ :અનેક લોકોને પોલીસે રોકીને પરત મોકલ્યા:ચુસ્ત બંદોબસ્ત

બહારગામ ગયા હોય તેમના આઈકાર્ડ ચકાસીને, પરિક્ષા આપવા આવેલાની રિસીપ્ટ ચકાસીને પ્રવેશ

અમદાવાદ : શહેરમાં શુક્રવાર રાત્રીના 9થી સોમવાર સવારને 6 વાગ્યા સુધી 57 કલાકનો કરફ્યુ લાદયો છે. કરફ્યુગ્રસ્ત અમદાવાદ શહેરમાં અન્ય કોઈ પ્રવેશ ના કરે તે માટે શહેર પોલીસે, અમદાવાદના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી છે. નાકાબંધીને કારણે અન્ય શહેર કે જિલ્લામાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા લોકોને પોલીસે રોકીને પરત મોકલ્યા હતા.

 અમદાવાદના નાગરીકો કે જોએ બહારગામ ગયા હોય તેમના આઈકાર્ડ ચકાસીને, પરિક્ષા આપવા આવેલાની રિસીપ્ટ ચકાસીને પ્રવેશ આપવામાં આવે છે. તો  જીવનજરૂરી ચીજવસ્તુ લઈને આવતા વાહનોને શહેરમાં જરૂરી દસ્તાવેજોના આધારે પ્રવેશ આપવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રને અમદાવાદથી જોડતા સનાથળ ચોકડી ખાતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કરફ્યુનો અમલ કરાવ્યો હતો

(12:21 pm IST)