ગુજરાત
News of Saturday, 21st November 2020

પ્રાંતિજમાં રવિવાર અને સોમવારે બજાર સ્વયૂંભૂ બંધ રખાશે : પાલિકાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બેઠકમાં નિર્ણંય

30 નવેમ્બર સુધી રાત્રે 9 થી સવારે 6 સુધી જનતા કર્ફ્યુની વેપારીઓની અપીલ

 અમદાવાદ :  રાજ્યની અનેક નગરપાલિકાઓ દ્વારા સ્વેચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ રહી છે. પ્રાંતિજમાં પણ વેપારીઓએ રવિવાર અને સોમવારે બજાર સ્વયૂંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે

  પ્રાંતિજમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા વેપારીઓ સતર્ક થયા છે. પ્રાંતિજમાં નગરપાલિકાના અધિકારીઓ સાથેની બેઠકમાં વેપારીઓએ બજારને રવિવાર અને સોમવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ 21થી 30 નવેમ્બર સુધી રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જનતા કરફ્યુની વેપારીઓએ અપીલ કરી છે

(7:06 pm IST)