ગુજરાત
News of Friday, 22nd January 2021

ચીખલીના ચાસા ગામમાં આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો

દીપડાએ બે દિવસ અગાઉ જ ચાસા ગામે ત્રણ જેટલા પશુઓનો શિકાર કર્યો હતો

ચીખલી:વન વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામના ડરા ફળિયામાં છેલ્લા એક સપ્તાહથી આતંક મચાવતો એક ચાર વર્ષીય દીપડો (નર) પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.જોકે ઝડપાયેલા દીપડાએ બે દિવસ અગાઉ જ ચાસા ગામે ત્રણ જેટલા પશુઓનો શિકાર કર્યો હતો.જેમાં એક વાછરડુ,એક બકરી અને એક લવારુંનો દીપડાએ શિકાર કરતા સ્થાનિકો ભય ફેલાયો હતો.બાદ ઘટનાની જાણ સ્થાનિક આગેવાન સુરેશભાઈ વન વિભાગને કરતા આર.એફ.ઓ-એ.ટી.ટંડેલની ટીમે સ્થળ ઉપર જઇ સર્વે કરી બે જેટલા સ્થળોએ પાંજરું ગોઠવતા ગુરુવારની સવારના સમયે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો

(8:52 pm IST)