ગુજરાત
News of Friday, 22nd January 2021

રાજપીપળા ટેકરા ફળીયામાં જુગાર રમતા બે શખ્શોને રોકડા રૂ.1030 સાથે પોલીસે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા ના ટેકરા ફળીયા વિસ્તારમાં જુગાર રમતા બે વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટેકરા ફળીયા જૂની પાણીની ટાંકી પાસે જુગાર રમતા મેહુલ અરવિંદભાઇ વસાવા રહે -  તથા સુનિલ રતિલાલ વસાવા બંને રહે - ટેકરા ફળીયા, રાજપીપળા જૂની પાણીની ટાંકી પાસે જુગાર રમતા હોય રાજપીપળા પોલીસે બંનેને રોકડા રૂ.1030/- સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:35 am IST)