News of Friday, 22nd January 2021
ગરૂડેશ્વર વિયર ડેમ વિયર ડેમ પાસે નર્મદા નદીમાં ડૂબેલા રાજસ્થાનના યુવાનનો અકતેશ્વરથી મૃતદેહ મળ્યો
રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરડેશ્વર ખાતેના વિયર ડેમ પાસે નર્મદા નદીમાં ડૂબેલા યુવાનનો અકતેશ્વર ખાતેથી મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ નર્મદા નદીમાં સ્નાન કરવા પડેલો યુવાન સુરજ કરનીસીંગ રાજપુત (ઉ.વ.૨૪) નદીના ઉંડા પાણીમાં ડૂબી જતા નર્મદા નદીમાં શોધખોળ બાદ તા.ર૦ જાન્યુઆરીના રોજ અકતેશ્વર પુલથી રામપુરા તરફ નર્મદા નદી માંથી તેનો મૃતદેહ મળતા ગરડેશ્વર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે
(12:43 am IST)