ગુજરાત
News of Friday, 22nd January 2021

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની 60 વર્ષ જૂની કેન્ટીનને અપાશે નવું સ્વરૂપ : દોઢ મહિનામાં કામ થશે પૂર્ણ

હવે વિદ્યાર્થીઓને ન્યુટ્રીશ્યન અને ડાયટ ફુડ પણ મળશે.

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની 60 વર્ષ જૂની કેન્ટીનને નવું રૂપ આપવામાં આવશે. હાલમાં આ કેન્ટીનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જે દોઢ મહિનાની અંદર પૂરું થશે અને દોઢ મહિના બાદ નવી કેન્ટીન તૈયાર થશે.

 હવે વિદ્યાર્થીઓને ન્યુટ્રીશ્યન અને ડાયટ ફુડ પણ મળશે. જેમાં 70 થી 80 પ્રકારની વાનગીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. બેઝિક ફૂડ તો હશે જ પરંતુ તેની સાથે લો કેલરી વાળો પણ food આપવાની તૈયારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારનું ફૂડ લેવું જોઈએ તે બાબતે કેન્ટીન મેનેજમેન્ટ કમિટી દ્વારા એક મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ફેકલ્ટી સાથે વિદ્યાર્થીઓ પણ સામેલ છે. યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, દોઢ મહિના જેટલા સમયમાં આ કેન્ટીન તૈયાર કરવામાં આવશે. જેમાં અંદર અને બહાર ૧૦૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવા પ્રકારનું આયોજન કરાયું છે. સાથે જ કેલરી ઓછી અને ટેસ્ટ સચવાઈ રહે તે પ્રકારનું મેનુ તૈયાર કરવામાં આવી રહ્યું છે

(1:09 pm IST)