ગુજરાત
News of Friday, 22nd January 2021

ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને સુરતના ઇન્કમટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પીવીઍસ શર્મા વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ ઍક્ટ હેઠળ ગુન્હો

સુરત: પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પીવીએસ શર્મા વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ આવકવેરા વિભાગ દ્વારા પણ શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં કેસ નોધવામાં આવ્યો હતો.

જે બાદ સર્ક્યૂલેશનના ખોટા આંકડા દર્શાવીને 2.70 કરોડ રૂપિયાની જાહેરાતો મેળવવા મામલે મની લોન્ડરિંગ એક્ટની કલમ 465, 468, 471, 420 અને 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ન્યૂઝ પેપરોના સર્ક્યૂલેશનના આંકડાઓ વધારે દર્શાવીને કેન્દ્ર સરકારની એજન્સી DAVP પાસેથી 2.70 કરોડ રૂપિયાની જાહેરાતો મેળવવામાં આવી હતી. આટલું જ નહીં રો મટિરિયલની ખરીદીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જે બાદ EDની ટીમે તપાસ શરૂ કરી હતી.

(4:47 pm IST)