ગુજરાત
News of Friday, 22nd January 2021

મોડાસાના સલબપુર નજીક ચાલુ કારનું ટાયર નીકળી જતા સર્જાયેલ અકસ્માતમાં બે લોકોનો આબાદ બચાવ

મોડાસા: શહેરના સબલપુર પાસે ચાલુ કારે ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો.અચાનક ટાયર નીકળતા કાર રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે બે લોકોનો આબાદ બચાવ થયો હતો.

હિંમતનગરથી મહિસાગર તરફ જતાં કાર ચાલક મોડાસા પાસેના સબલપુર પાસેથી પસાર થતાં હતા.તે દરમ્યાન અચાનક કારનું ટાયર નીકળી ગયું હતું. જેથી સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતાં કાર રોડ ઉપર પલ્ટી મારી ગઈ હતી. જેમાં બે લોકો ગાડીમાં ફસાઈ જતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.અને બે લોકોને  કારમાંથી બહાર કાઢયા હતા.સદનસીબે હિંમતનગર મોડાસા હાઈવે રોડ ઉપર બનેલી ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ હતી. અને કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો.

(5:55 pm IST)