ગુજરાત
News of Friday, 22nd January 2021

સુરતના પાંડેસરામાં ફોન પર બર્થ ડે વિશ કરવાના બહાને થયેલ ઝઘડાની અદાવતમાં છરીથી હુમલો કરી ગંભીર ઇજાથી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરત: શહેરના પાંડેસરાના એલ. આઇ.જી કવાટર્સમાં મોબાઇલ ફોન પર બર્થ ડે વીશ કરવાના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં ગત રાત્રે છરા વડે હુમલો કરી બે મિત્રોને ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે

પાંડેસરાની જીવનદીપ સોસાયટીમાં રહેતા અનંત ઉર્ફે ડી.એમ.વિષ્ણુ પાંડે (. . 19) નો તા. 31 ડિસેમ્બરના રોજ બર્થ ડે હોવાથી તેના મિત્ર મિત્ર હાર્દિક અનિલ ગવલી (. .20, રહે.ગોકુલધામ સોસાયટી, પાણીની ટાંકી પાસે, જીયાવ-પાંડેસરા રોડ) સાથે તેઓ આર્વિભાવ સોસાયટી ખાતે જઇ રહ્યા હતા. આર્વિભાવ સોસાયટીમાં હાર્દિકના માસીના દીકરા મુકેશ ઉર્ફે મુખીયા સાથે કેક કાપી ઉજવણી કરવાના હતા. પરંતુ રસ્તામાં હાર્દિક અને અનંતને કૃણાલ ઉર્ફે મુન્ના ગેરેજ સન્યાસી નાહક (રહે. વૃંદાવન સોસાયટી, પાંડેસરા) મળ્યો હતો અને તેણે અનંત પાસે બર્થ ડે પાર્ટી માંગી હતી. પરંતુ અનંતે મારી પાસે પૈસા નથી એમ કહેતા કૃણાલે અનંતનો મોબાઇલ લઇ લીધો હતો અને પાર્ટી આપશે ત્યારે મોબાઇલ આપીશ એમ કહી ચાલ્યો ગયો હતો. દરમિયાનમાં હાર્દિકના ભાઇ મનોજ ઉર્ફે મનીયાએ બર્થ ડે વીશ કરવા અનંતને ફોન કરતા કૃણાલે રિસીવ કર્યો હતો. બંને વચ્ચે વાતચીતમાં તું કોણ બોલે છે એમ કહેતા ઝઘડો થયો હતો. કૃણાલે મનોજને એલઆઇજી કવાટર્સના પંચવટી બિલ્ડીંગમાં બોલાવી મનોજને માર માર્યો હતો. પરંતુ હાર્દિક અને અનંતે મનોજને બચાવી લીધો હતો અને કૃણાલે મનોજ કે હાર્દિક હવે પંચવટીમાં દેખાશે તો જીવતા છોડીશું નહીં તેવી ધમકી આપી હતી

(5:57 pm IST)