ગુજરાત
News of Friday, 22nd January 2021

રાજ્યના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, જુનિયર ફાર્માસીસ્ટ, તલાટી મંત્રી સહીત 65 કર્મચારીઓની આંતર જિલ્લામાં બદલી

અમદાવાદ : રાજ્યના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ, જુનિયર ફાર્માસીસ્ટ,તલાટી મંત્રી સહીત 65 કર્મચારીઓની આંતર જિલ્લામાં બદલી કરાઈ છે, પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કર્મચારીની સ્વ વિનંતીથી આંતર જિલ્લા બદલી અંગેની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીની સંમતિ સાથે વિભાગને કરવામાં આવી છે

 આ દરખાસ્ત અન્વયે સબંધિત કર્મચારીને જે તે જિલ્લામાં સમાવવા જિલ્લા વિકાસ અધિકારીની સંમતિ મેળવવામાં આવી છે અને બદલીઓ કરાઈ છે

 

(6:57 pm IST)