ગુજરાત
News of Friday, 22nd January 2021

ફોન ન આપનારાની છરીથી હુમલો કરી હત્યા થઇ હતી

કડોદરા નગરમાં ૩ વર્ષ પૂર્વેની હત્યાનો ભેદ ઉકેલાયો : પોલીસ લૂંટારુઓ સુધી પહોંચી, કિશોર સહિત બે ઝડપાયા

સુરત, તા. ૨૨ : સુરતના કડોદરા નગરમાં ત્રણ વર્ષ પહેલા એક શખ્સ રાત્રિ દરમિયાન રસ્તા પર ચાલતો જતો હતો. તે દરમિયાન બે લૂંટારુઓ મોબાઈલ મેળવવા માટે યુવકના ગળાના ભાગે છરી વડે હુમલો કરી નાસી ગયા હતા. જોકે લાંબા સમય બાદ પોલીસે લૂટારુ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે એક કિશોર સહિત બે શખ્સને દબોચી લઈ હત્યાનો ભેદ ઉકેલી કાઢયો છે.

કડોદરા સ્થિત રહેતા સુધીરકુમાર રાજદેવસીંગ (ઉં..૩૬) જેઓ ૧૦ મે ૨૦૧૭ની રાત્રિના વાગ્યાના અરસામાં કડોદરા હરિધામ સોસાયટીની ગલી નંબર ૮ની સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બે શખ્સ છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી ત્યાંથી નાસી છૂટયા હતા. આથી કડોદરા પોલીસે અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન કડોદરા પોલીસને બાતમી મળી હતી કે, સુધીરકુમારની હત્યા કરનાર શખ્સો કડોદરા પ્રિયંકી ગ્રીન સિટી સોસાયટીની સામે જાહેરમાં ઊભા છે. જેના આધારે પોલીસે સ્થળ પર જઇ એક કિશોર તેમજ સિદ્ધાર્થ ઉર્ફે સોનુ ઉર્ફે મુસ્તફા સંજયભાઇ ભગવાનભાઇ કાપુરે (ઉં.. ૨૩, રહે. ડિંડોલી, મનીષા રેસિડન્સી, મૂળ રહે. મહારાષ્ટ્ર) જેઓને પોલીસે ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા તેઓએ હત્યાની કબૂલાત કરી હતી

આરોપીએ જણાવ્ય હતું કે મૃતક પાસેથી મોબાઇલ માંગતા તે તેણે આપતાં તેની સાથે ઝપાઝપી થઇ હતી. જે દરમિયાન સિદ્ધાર્થ તેમજ તેની સાથેના કિશોરે સુધીરના ગળાના ભાગે છરી વડે હુમલો કરી તેની હત્યા કરી પલાયન થયા હતા. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક કબજે કરી કડોદરા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

(7:40 pm IST)