ગુજરાત
News of Friday, 22nd January 2021

વલસાડ શહેરમાં 'શકુનીયો' ગયા પાંજરે:સિટી પીઆઈનું કડક વલણ શહેરને આવરાતત્વોથી સ્વચ્છ કરવા નિર્ધાર

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાએ વલસાડ સિટી પીઆઇ તરીકે વી. ડી. મોરીની નિમણૂક બાદ તેમણે સતત દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવાની શરૂઆત કરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં ચાલતી જુગારની બદી ડામવા માટે સિટી પોલીસે અભિયાન હાથ ધર્યું છે. જેમાં નવા આવેલા પીઆઇ વી. ડી. મોરીએ આજરોજ જુગારનો ત્રીજો કેસ કર્યો હતો. જેમાં તેમણે 7 જુગારિયાઓને રૂ. 12,220 રોકડા સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. એસપી રાજદિપ સિંહ ઝાલાએ વલસાડ સિટી પીઆઇ તરીકે વી. ડી. મોરીની નિમણૂક બાદ તેમણે સતત દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવાની શરૂઆત કરી છે. વલસાડ મોગરાવાડીમાં એક ચાલીની ટેરેસ પર જુગાર રમાતો હોવાની બાતમીના પગલે વી. ડી. મોરીએ કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય, હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર જયંતિલાલ, કોન્સ્ટેબલ કિરિટસિંહ દિલિપસિંહ, કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ બળવંતસિંહ, હરદિપસિંહ હેતુભા સાથે મળીને દરોડો પાડ્યો હતો. જેમાં તેમણે 7 જુગારિયાઓને પૈસા પાનાનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે રોકડા રૂ. 12,220 મોબાઇલ અને બાઇક મળી કુલ રૂ. 1.16 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

(8:28 pm IST)