ગુજરાત
News of Friday, 22nd January 2021

જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોવીશીલ્ડ વેક્સીન લેવામાં આવી

કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશન કરવામાં આવ્યુ હતુ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી. જેતલપુર ખાતે અમદાવાદ જીલ્લાના આરસીએચઓ ડૉ.ગૌતમ નાયક અને જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ દ્વારા કોવીશીલ્ડ વેક્સીન લેવામાં આવી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨૫થી વધારી કોરોના વોરીયર્સનું કોવીશીલ્ડ વેક્સીનેશન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાંથી કોઇને પણ ગંભીર આડઅસર થઇ નથી તેમ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ.

(8:30 pm IST)