ગુજરાત
News of Friday, 22nd January 2021

રાજ્ય સરકારના શ્રેષ્ઠ આયોજન અને જન સહયોગ થકી કોરોના સંક્રમણને અટકાવવામાં મળેલિ સફળતાને WHO એ કરી સરાહના : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

કોરોનાના કપરા કાળમાં નાગરિકોને સુરક્ષિત કરવા કોર કમિટિની રચના દેશમાં એક માત્ર ગુજરાતે કરી લીધેલા નિર્ણયોને મળી સફળતા : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કોરોના મહામારી સામે પ્રતિસાદ પર રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ રીપોર્ટ Gujarat’s Responce to Covid-19નું વિમોચન

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે ગુજરાતે પ્રજાકીય સહયોગ સાથે એકજૂથ થઇને જે લડાઇ લડી છે એના પરિણામે સંક્રમણને રોકવામાં મહદઅંશે સફળતા મળી છે. ગુજરાતે કરેલી બેસ્ટ પ્રેક્ટીસીસ અને અસરકારક કામગીરીની નોંધ લઇને WHO દ્વારા સમગ્ર દેશમાં ગુજરાતની પસંદગી કરીને ડોક્યુમેન્ટેશન કર્યુ છે એ આગામી સમયમાં દેશ સહિત અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.  
નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે રાજ્યમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે ગુજરાતે જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એનો સમગ્ર જશ હું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે રચાયેલ કોર કમીટીને આપુ છુ. છેલ્લા ૧૦ માસમાં દિવાળીના તહેવારો બાદ કરતાં એકપણ દિવસ એવો નથી કે કોર કમીટીની બેઠક યોજાઇ હોય. આ બેઠકમાં રાજ્યના નાગરિકોને કેમ સુરક્ષિત કરવા એ માટે ચર્ચા બાદ યોગ્ય નિર્ણયો કર્યા અને એનું પરિણામલક્ષી ત્વરિત આયોજનના પરિણામે શક્ય બન્યુ છે. 
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની આ કોર કમિટિની બેઠક હું માનું છુ કે, દેશમાં માત્ર એક રાજ્ય ગુજરાતછે કે જેણે આ કામ કરી બતાવ્યુ છે. આપણી આ કોર કમિટિની નોંધ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પાસેથી અન્ય રાજ્યો એ પણ લીધી છે. ગુજરાત સરકારે રાજ્યના સીનીયર અધિકારીઓને વિવિધ શહેરોની જવાબદારી સોંપીને ત્યાં કેમ્પ કરાવીને કામગીરી કરી છે.
તેઓએ કહ્યુ કે ગુજરાત સ્પેશ્યલ મોડલ ઉભર્યુ અને એ શ્રેષ્ઠ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલ પગલાઓની અમલવારી સીનીયર અધિકારીઓ થકી થઇ જેના પરિણામે સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.
મુખ્યમંત્રીએ WHO ને અભિનંદન આપતા કહ્યુ કે, કોવિડ-૧૯ ના પેન્ડેમીકમાં ગુજરાતે કરેલી શ્રેષ્ઠ કામગીરીના ડોક્યુમેન્ટેશન માટે પસંદગી કરી એ અન્ય રાજ્યો, રાષ્ટ્રો માટે ઉપયોગી નીવડશે. આ ડોક્યુમેન્ટ યુનિમેક WHO, દેશ દુનિયાને આગામી રાજ્યમાં ખૂબજ ઉપયોગી નીવીડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના ભારતના પ્રતિનિધિ ડૉ. રોડ્રીકો ઓફ્રીન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, આઇ.આઇ.એમ.ના પ્રોફેસર રંજન ઘોષ અને IIPHના વડા ડૉ. દિલીપ માવળંકર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(9:10 pm IST)